બ્રિટનના PM બોરિસ જ્હોન્સન આજ વહેલી સવારે ગુજરાતના અમદાવાદમાં પહોંચી ગયા છે, જ્યાં એરપોર્ટ બહાર તેમનું ઢોલ-નગારા અને ગુજરાતની ઝાંખી સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. બ્રિટનના PMનું સ્વાગત કરવા મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે એરપોર્ટ પહોંચ્યા હતા.
બ્રિટનના PM બોરિસ જોનસન આજે ગુજરાત પ્રવાસે છે. આજે અમદાવાદથી તેમની ભારત યાત્રાની શરૂઆત કરશે. બોરિસ જોનસનને સવારે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. એરપોર્ટ બહાર તેમનું ઢોલ-નગારાં અને ગુજરાતની ઝાંખી સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. બ્રિટનના PM આગમનને લઈને એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીના માર્ગ પર સ્વાગત માટેના સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે. ઉપરાંત વેલકમ ગુજરાતના બેનર્સ પણ લગાવવામાં આવ્યા છે. બીજી બાજુ ગાંધી આશ્રમ સુધી લોકો PMના સ્વાગત માટે ભારત અને યુ.કેનો ધ્વજ લઈને ઊભા હતા .
