સમય ન્યૂઝ. નવી દિલ્હીઃ લદ્દાખના તુર્તુક સેક્ટરમાં શુક્રવારે એક માર્ગ અકસ્માતમાં સાત જવાનોના મોત થયા છે. સેના તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, સવારે નવ વાગ્યે લદ્દાખના પરતાપુરના ટ્રાન્ઝિટ કેમ્પથી 26 જવાનોને લઈને એક ગાડી હનીફ સબ-સેક્ટરની ફોરવર્ડ પોસ્ટ માટે રવાના થઈ હતી. થોઈસથી લગભગ 25 કિમી દૂર સૈનિકોને લઈ જતું વાહન રસ્તા પરથી લપસી ગયું અને 50 થી 60 ફૂટ ઊંડી શ્યોક નદીમાં પડી ગયું.
તમામ ઘાયલ 26 જવાનોને બહાર કાઢીને પરતાપુરની 403 ફિલ્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લેહથી સર્જિકલ ટીમને પરતાપુર હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર અત્યાર સુધીમાં સાત જવાનોને મૃત જાહેર કરવામાં આવ્યા છે. બાકીના 19 ઘાયલ સૈનિકોને એરફોર્સની મદદથી વેસ્ટર્ન કમાન્ડ હોસ્પિટલ ચંડીમંદિરમાં ખસેડવામાં આવ્યા છે, જેથી તેઓને વધુ સારી મેડિકલ સુવિધાઓ મળી શકે.
