સમય ન્યૂઝ. મુંબઈ : IPL 2022 Final : ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ના સચિવ જય શાહે IPL પ્લેઓફ અને ફાઇનલ મેચના સ્થળની જાહેરાત કરી છે. IPL પ્લેઓફ અમદાવાદમાં યોજાશે, જ્યારે ફાઈનલ મેચ 29 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. આ સિવાય જય શાહે IPL એલિમિનેટરની મેચનું સ્થળ પણ જાહેર કર્યું છે. ક્વોલિફાયર 1 અને એલિમિનેટર મેચ અનુક્રમે 24-25 મેના રોજ ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે. જો કે, આ પહેલા ગાંગુલી પ્લેઓફના સ્થળને લઈને નિવેદન આપીને આ જાણકારી આપી ચૂક્યા છે. આ સાથે જ જય શાહે ત્રણ ટીમની મહિલા ચેલેન્જરનું સ્થળ પણ જાહેર કર્યું છે. 23, 24 અને 26 મેના રોજ પુણેમાં મહિલા ચેલેન્જર મેચો યોજાશે. વિમેન્સ ચેલેન્જરની ફાઈનલ મેચ 26 મેના રોજ રમાશે.
NEWS 🚨 – BCCI announces schedule and venue details for #TATAIPL Playoffs and Women’s T20 Challenge 2022.
More details ⬇️https://t.co/dZkzVs2NGj
— IndianPremierLeague (@IPL) May 3, 2022
તમને જણાવી દઈએ કે આ વખતે IPL 26 માર્ચથી શરૂ થઈ હતી. IPLમાં આ વખતે બે મોટી ટીમો CSK અને મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન સારું રહ્યું નથી. બંને ટીમો અત્યારે પોઈન્ટ ટેબલમાં 9 અને 10માં નંબર પર છે. આ ઉપરાંત બે નવી ટીમો ગુજરાત અને લખનૌએ શાનદાર રમત બતાવીને ક્રિકેટ ચાહકો અને ક્રિકેટ પંડિતોને ચોંકાવી દીધા છે.

ગુજરાત પ્લેઓફની રેસમાં સૌથી આગળ છે, જેણે તેની 9 મેચમાંથી 8 મેચ જીતી છે. આ સિવાય લખનૌ સુપરજાયન્ટ્સની ટીમ 10 મેચમાં 7 મેચ જીતીને વર્તમાન પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે.
હવે જ્યારે આ બંને ટીમો શાનદાર રમત બતાવીને નંબર વન અને નંબર ટુ પર રહી છે, તો ત્રીજા અને ચોથા નંબર પર પહોંચવાની રેસ ઘણી રસપ્રદ બની ગઈ છે, ત્યારે જોવાનું એ રહેશે કે આઈપીએલની છેલ્લી 4માં બાકીની બે ટીમો કઈ રહેશે.
