April 19, 2026

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને કેન્સર છે, સર્જરી કરાવશે આ મિત્રને ‘સત્તા’ સોંપશેઃ રિપોર્ટ

Share Now

સમય ન્યૂઝ. રશિયા : રશિયા (Russia)ના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) કેન્સરની સર્જરી (Cancer Surgery) માટે જઈ શકે છે. આ માટે તેઓ અસ્થાયી રૂપે દેશની સુરક્ષા પરિષદના સચિવ નિકોલાઈ (Nikolai Patrushev) ને સત્તા સોંપી શકે છે. અમેરિકાના ન્યૂયોર્ક પોસ્ટના એક અપ્રમાણિત સમાચારમાં આ દાવો કરવામાં આવ્યો છે. પુતિનને ડોક્ટરોએ કથિત રીતે કહ્યું છે કે તેમનું ઓપરેશન કરાવવું પડશે.

ધ ન્યૂ યોર્ક પોસ્ટે ટેલિગ્રામ ચેનલને ટાંકીને જણાવ્યું હતું જે ભૂતપૂર્વ રશિયન ગુપ્તચર એજન્સી સેવાના લેફ્ટનન્ટ જનરલ દ્વારા ચલાવવામાં આવે છે. ન્યૂઝ એજન્સી ANIએ આ જાણકારી આપી છે. આ અનુમાનિત શસ્ત્રક્રિયા અને પુનઃપ્રાપ્તિ માટે પુતિનને “ટૂંકા સમય માટે” સત્તા છોડવાની જરૂર પડશે.

ન્યૂયોર્ક પોસ્ટે જણાવ્યું હતું કે રશિયન પ્રમુખને કેન્સર અને પાર્કિન્સન રોગ સહિત અન્ય શારીરિક સમસ્યાઓ હોવાની અફવા છે, જેમાં તાજેતરના સમયમાં પુતિનના ખરાબ દેખાવ અને જાહેર વર્તનને ટાંકીને તેનો સમાવેશ થાય છે. જો કે, એક અમેરિકી અધિકારીએ કહ્યું કે મીડિયા અહેવાલોની પુષ્ટિ થઈ શકી નથી. ન્યૂયોર્ક પોસ્ટે જણાવ્યું હતું યુએસ સંરક્ષણ વિભાગના પ્રવક્તા જોન કિર્બીએ સોમવારે કહ્યું, “મેં એવું કંઈ જોયું નથી જે અમે એવું કહી શકીયે ,” .

થોડા દિવસો પહેલા, પુતિને નિકોલાઈ પાસ્ત્રુશેવ સાથે બે કલાક સુધી “હૃદયથી વાત” કરી હતી, ન્યૂ યોર્ક પોસ્ટે એક ટેલિગ્રામ પોસ્ટને ટાંકીને જણાવ્યું હતું કે,

“આપણે બધા જાણીએ છીએ કે પુતિને સંકેત આપ્યો હતો કે તેઓ પાસ્ત્રુશેવને તેમના એકમાત્ર વિશ્વાસુ અને મિત્ર માને છે. તે જ સમયે, રાષ્ટ્રપતિએ વચન આપ્યું હતું કે જો તેમની તબિયત બગડશે, તો વાસ્તવિક નિયંત્રણ અસ્થાયી રૂપે પાસ્ત્રુશેવ પાસે જશે.”

પુતિનની કેન્સર સર્જરીનો દાવો કરતી ટેલિગ્રામ ચેનલના માલિકે દાવો કર્યો છે કે પાસ્ત્રુશેવ સંપૂર્ણપણે દુષ્ટ છે. તે વ્લાદિમીર પુતિન કરતા શ્રેષ્ઠ નથી. તે ઉપરાંત તેઓ વધુ સક્રિય છે અને હું કહીશ તે વધુ કપટી છે. જો તે સત્તામાં આવશે તો રશિયાની સમસ્યાઓ અનેકગણી વધી જશે.

Related News
અમદાવાદની UN મહેતા હોસ્પિટલના RMO કોશિક બારોટની ધરપકડ, જાણો શું છે કેસ

સમય ન્યૂઝ.અમદાવાદઃ અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલના આરએમઓ ડોક્ટર કૌશિક બારોટની ધરપકડ કરાઈ છે. કૌશિક બારોટ સામે આરોપ છે કે Read more

કપિલ સિબ્બલે કહ્યું, કોંગ્રેસ છોડી – સમાજવાદી પાર્ટીએ રાજ્યસભાની ઉમેદવારીનું સમર્થન કર્યું

સમય ન્યૂઝ. લખનૌઃ પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે આજે ખુલાસો કર્યો છે કે તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અને Read more

સાડીમાં હિપ-હોપ કરનાર આ સુપર ડાન્સરના વિડીયોએ વિશ્વભરમાં ધૂમ મચાવી, શું તમે જોયો

સમય ન્યૂઝ.નવી દિલ્હી: ફ્યુઝન ડાન્સ જોવામાં હંમેશા મજા આવે છે, ખાસ કરીને જ્યારે તે ઈન્ડો-વેસ્ટર્ન હોય. હાઇબ્રિડ ભરતનાટ્યમ કોરિયોગ્રાફર ઉષા Read more

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભ્રષ્ટાચારના આરોપમાં સ્વાસ્થ્ય મંત્રી વિજય સિંગલાને હટાવ્યા

સમય ન્યૂઝ. ચંદીગઢઃ ​​પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને રાજ્યના આરોગ્ય મંત્રી વિજય સિંગલાને હટાવી દીધા છે. મળતી માહિતી મુજબ, ભ્રષ્ટાચારના આરોપોને Read more

Leave a comment