June 5, 2026

મોડાસા ડમ્પિંગ સાઈટ વિવાદ : પાલનપુર પંથકમાં સરકારી પડતર જમીનમાં ખસેડવાની તજવીજ હાથ ધરતા ગ્રામજનોમાં આક્રોશ,

Share Now

સમય ન્યૂઝ મોડાસા :મોડાસા નગરપાલિકાના સંચાલિત ડમ્પિંગ સાઈટ શામળાજી રોડ પર જીલ્લા સેવાસદન સામે ન્યાયાલની બાજુમાં સબલપુર ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં આવેલી હોવાથી અને આજુબાજુમાં દુર્ગંધ ફેલાતા નગરપાલિકાને કોર્ટે ડમ્પિંગ સાઈટ હટાવી લેવા નોટિસ ફટકાર્યા પછી ન્યાયાલયના આક્રમક વલણને પગલે નગરપાલિકાએ કલેટકરમાં ધા નાખતા કલેકટરે આ સાઈટ ખસેડવા પાલનપુર ગામની સરકારી પડતર જમીન ફાળવણી કરતા નગરપાલિકાએ સરકારી જમીનમાં માપણી હાથ ધરવા પોલીસ કાફલા સાથે પહોંચતા પાલનપુર ગામના પશુપાલકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને રોડ પર ખાડા ખોદી નાખી વિરોધ દર્શાવી કોઈપણ ભોગે પાલનપુર ગામ નજીક ડમ્પિંગ સાઈટ બનાવવા દેવામાં નહિ આવેનો હુંકાર કર્યો હતો મોડાસા નગરપાલિકા ડમ્પિંગ સાઈટ વિવાદ સતત નગરપાલિકા માટે માથાનો દુખાવો બની રહ્યો છે.

મોડાસા નગરપાલિકાની નવી ડમ્પિંગ સાઈટ માટે પાલનપુર ગામના સરકારી જમીન ફાળવવામાં આવતા ગામલોકોમાં ભારે આક્રોશ પ્રવર્તી રહ્યો છે મંગળવારે જવાબદાર તંત્ર નગરપાલિકાની ટીમ જમીન માપણી માટે પહોંચતા ગ્રામજનો વિરોધ કરશે તેવી દહેશત પેદા થતાં મોટી સંખ્યામાં પોલીસ ખડકી દેતા સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો હતો.

પાલનપુર ગામના ગ્રામજનો અને પશુપાલકો મોટી સંખ્યામાં ડમ્પિંગ સાઈટ વાળી જગ્યાએ પહોંચી ભારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે ગામમાં પાંચ હજાર થી વધુ પશુઓ છે સરકારી જમીન ડમ્પિંગ સાઈટ બનશે તો પશુઓ ક્યાં ચરવા જવું તેમજ જીલ્લા કક્ષાની તમામ કચેરીઓ પણ સબલપુર ગ્રામ પંચાયતની જમીનમાં બની છે તો અન્ય ગ્રામ પંચાયતની જમીન કેમ ફાળવવામાં આવતી નથી…? પાલનપુર ગામમાં ડમ્પિંગ સાઈટ બનશે તો આજુબાજુમાં દલિત સમાજ અને નાના ખેડૂતોની જમીનને પણ ભારે નુકસાન થશે તો તેની જવાબદારી કોની …?? જીલ્લા કલેકટરને આ અંગે પણ રજૂઆત કરી હતી તો તેમને ગામથી ત્રણ કિલોમીટર દૂર ડમ્પિંગ સાઈટ બનાવવાની બાહેધરી તો આપી પણ હાલ જ્યાં માપણી થાય છે તેના થી અડધા કિલોમીટરની અંતરે પાલનપુર સહિત અન્ય પાંચ થી વધુ કંપા આવેલા છે આ બધા વિસ્તારમાં રહેતા લોકોના આરોગ્ય સામે પણ જોખમ પેદા થતા આ ડમ્પિંગ સાઈટ કોઈ પણ ભોગે અહીંયા નહિ બનાવવા દેવામાં આવેનું આક્રોશ પૂર્વક જણાવ્યું હતું તેમજ વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

Related News
સમગ્ર ગુજરાતમાં તીવ્ર ગરમીનું મોજું યથાવત, હજુ આગામી 2 દિવસ હીટવેવની આગાહી

સમય ન્યૂઝ. અમદાવાદ : ગુરુવારે અમદાવાદમાં 45.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાતા સમગ્ર ગુજરાતમાં ગરમીનું મોજું યથાવત રહ્યું હતું. હવામાન વિભાગે Read more

ચોરની ભારે હિંમત : અરવલ્લી-સાબરકાંઠા ધાડ પાડી ચોરી કરેલ સોના-ચાંદી વેચવા ભિલોડામાંથી પસાર થતા LCBએ દબોચી લીધો

સમય ન્યૂઝ મોડાસા :અરવલ્લી જીલ્લામાં ઘરફોડ ચોરી અને તસ્કરોનો તળખળાટ પોલીસ માટે માથાનો દુખાવો બની રહ્યો છે જીલ્લા પોલીસતંત્ર ઘરફોડ Read more

MC AWA

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy Read more

સાડીમાં હિપ-હોપ કરનાર આ સુપર ડાન્સરના વિડીયોએ વિશ્વભરમાં ધૂમ મચાવી, શું તમે જોયો

સમય ન્યૂઝ.નવી દિલ્હી: ફ્યુઝન ડાન્સ જોવામાં હંમેશા મજા આવે છે, ખાસ કરીને જ્યારે તે ઈન્ડો-વેસ્ટર્ન હોય. હાઇબ્રિડ ભરતનાટ્યમ કોરિયોગ્રાફર ઉષા Read more

Leave a comment