સમય ન્યૂઝ. ગાંધીનગર : ગુજરાત ચૂંટણીના થોડા મહિના પહેલા જ હાર્દિક પટેલે પાર્ટીને મોટો ઝટકો આપતા કોંગ્રેસ છોડી દીધી છે. આ અંગે હાર્દિકે પણ ટ્વીટ કર્યું છે કે આજે હું હિંમતપૂર્વક કોંગ્રેસ પાર્ટીના પદ અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું. મને ખાતરી છે કે મારા નિર્ણયને મારા તમામ સાથીદારો અને ગુજરાતની જનતા આવકારશે. હું માનું છું કે મારા આ પગલા પછી હું ભવિષ્યમાં ગુજરાત માટે ખરેખર હકારાત્મક રીતે કામ કરી શકીશ.આ પાટીદાર નેતા 2019માં લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જોડાયા હતા. ત્યારે હવે હાર્દિક BJP કે AAP પાર્ટીમાં જોડાશે? તે જોવાનું રહ્યું.
आज मैं हिम्मत करके कांग्रेस पार्टी के पद और पार्टी की प्राथमिक सदस्यता से इस्तीफा देता हूँ। मुझे विश्वास है कि मेरे इस निर्णय का स्वागत मेरा हर साथी और गुजरात की जनता करेगी। मैं मानता हूं कि मेरे इस कदम के बाद मैं भविष्य में गुजरात के लिए सच में सकारात्मक रूप से कार्य कर पाऊँगा। pic.twitter.com/MG32gjrMiY
— Hardik Patel (@HardikPatel_) May 18, 2022
તેઓ છેલ્લા કેટલાક સપ્તાહોથી ગુજરાત કોંગ્રેસના એકમમાં ઝઘડા અંગે ફરિયાદ કરી રહ્યા હતા અને પક્ષમાં તેમની સ્થિતિની સરખામણી એવા વર સાથે કરી હતી કે જેને નસબંધી કરાવવાની ફરજ પાડવામાં આવી રહી છે. હાર્દિક પટેલ છેલ્લા કેટલાક સમયથી પક્ષની નેતાગીરીથી નારાજ હતા. આ બાબતે હાર્દિક પટેલે હાઈકમાન્ડ સાથે પણ વાતચીત કરી હતી તેમ છતાં વાતનું નિરાકરણ આવ્યું ન હતું.
