June 6, 2026

ચોરની ભારે હિંમત : અરવલ્લી-સાબરકાંઠા ધાડ પાડી ચોરી કરેલ સોના-ચાંદી વેચવા ભિલોડામાંથી પસાર થતા LCBએ દબોચી લીધો

Share Now

સમય ન્યૂઝ મોડાસા :અરવલ્લી જીલ્લામાં ઘરફોડ ચોરી અને તસ્કરોનો તળખળાટ પોલીસ માટે માથાનો દુખાવો બની રહ્યો છે જીલ્લા પોલીસતંત્ર ઘરફોડ ચોરી અટકાવવા મથામણ કરી રહી છે. જીલ્લા એલસીબી પોલીસે ભિલોડા નજીકથી અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં ઘરફોડ ચોરીનાં ગુન્હાનને અંજામ આપતી ગેંગના સાગરીતને ચોરી કરેલ સોના-ચાંદીના દાગીના સાથે દબોચી લઈ બુઢેલી ગામે થયેલ ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખી 2.48 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ઘરફોડ ચોરી કરતી ગેંગના સાગરીતોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ઘરફોડ ચોર દશરથ ડામોર ચોરીનો મુદ્દામાલ કયા સોનીને વેચવા નીકળ્યો હતો તે અંગે પોલીસે આરોપીની સઘન પૂછપરછ હાથધરી હતી.

અરવલ્લી જીલ્લા SP સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ એલસીબી PI સી.પી.વાઘેલા અને તેમની ટીમે ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવા ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વલન્સ બાતમીદારો સક્રિય કરતા બુઢેલી ગામે બંધ મકાનમાં ઘરફોડ ચોરી કરનાર ગેંગનો રાજસ્થાની સાગરીત દશરથ ભેરા ડામોર ચોરી કરેલ સોના-ચાંદીના દાગીના બાઈક પર ટાકાટૂંકા બાજુથી ભિલોડા તરફ આવતો હોવાની બાતમી મળતા એલસીબી પોલીસે વોચ ગોઠવી બાતમી આધારીત બાઈક આવતાં કોર્ડન કરી અટકાવી દશરથ ડામોરને દબોચી લઈ અંગજડતી લેતા તેના પાસેથી ચોરી કરેલ સોના-ચાંદીના દાગીના મળી આવતા પોલીસે સોના-ચાંદીના દાગીના બાઈક અને મોબાઈલ મળી 2.48 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બુઢેલી ગામે થયેલ ઘરફોડ ચોરી સહીત ભિલોડા પંથકમાં ૯ ગુન્હાનો ભેદ ઉકેલી નાખી ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ 5 આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

કોણ કોણ છે આરોપી વાંચો..!! ભિલોડા,ધોલવણી અને ભૂતાવળના તેમજ રાજસ્થાની બે શખ્સોની ગેંગ

પકડાયેલ આરોપી
1) દશરથ ભેરા ડામોર (રહે,ખડકાયા, ખેરવાડા-રાજસ્થાન)

વોન્ટેડ આરોપી

1)સંજય ઉર્ફે લાલો રવિશંકર ડામોર (રહે,ડબાસા, ખેરવાડા-રાજસ્થાન)

2)અર્પિત ઉર્ફે બાવો બંસી ગડસા (રહે,ધંધાસણ, હાલ રહે, ભિલોડા)

3)ગણેશ ઉર્ફે ગની નારાયણ પટેલ (ધોલવણી-ભિલોડા)

4)ઈશ્વર ઉર્ફે લાલો નવજી પાંડોર (ભુતાવળ-ભિલોડા)

5)ઘરફોડ ચોરીમાં ઉપયોગમાં લીધેલ ઇકોનો કાર ચાલક

Related News
ભુપેન્દ્ર પટેલની સરકાર બન્યા બાદ પહેલીવાર પ્રદેશ ભાજપ પ્રભારી ગુજરાત પ્રવાસે

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગુજરાતમાં PM મોદીથી લઈને કેન્દ્રિય મંત્રીઓ અને દિગ્ગજ નેતાના પ્રવાસ વધી રહ્યા છે. ત્યારે પ્રદેશ ભાજપ પ્રભારી Read more

મોડાસા ડમ્પિંગ સાઈટ વિવાદ : પાલનપુર પંથકમાં સરકારી પડતર જમીનમાં ખસેડવાની તજવીજ હાથ ધરતા ગ્રામજનોમાં આક્રોશ,

સમય ન્યૂઝ મોડાસા :મોડાસા નગરપાલિકાના સંચાલિત ડમ્પિંગ સાઈટ શામળાજી રોડ પર જીલ્લા સેવાસદન સામે ન્યાયાલની બાજુમાં સબલપુર ગ્રામ પંચાયતની હદ Read more

MC AWA

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy Read more

દેશવાસીઓ સાથે મળીને દરેક પડકારને પરાસ્ત કરવો પડશેઃ ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠકમાં PM

સમય ન્યૂઝ. નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે 21મી સદીનો સમય ભારત માટે ખૂબ Read more

Leave a comment